| તારીખ | ૨૮ ઓક્ટોબર ૨૦૨૭, ગુરુવાર |
|---|---|
| તિથિ | આસો વદ ચૌદસ સાંજે ૮:૪૮ સુધી |
| નક્ષત્ર | હસ્ત સવારે ૧૧:૩૬ સુધી |
| ચંદ્ર રાશિ | કન્યા |
| વિક્રમ સંવત | ૨૦૮૩ |
૨૮ ઓક્ટોબર ૨૦૨૭, ગુરુવારનું પૂરું પંચાંગ અને ચોઘડિયાં →
કાળી ચૌદશ વિશે
કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું (પરંતુ, હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી, ડોક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે અને ખાસ કરીને બાળકોને મેંશ ના આંજવી તેવી સલાહ આપે છે).
કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.
આ દિવસના અન્ય તહેવારો
- લક્ષ્મી (શારદા) (ચોપડા) પૂજન
આસપાસના તહેવારો
| ૧૯ ઓક્ટોબર ૨૦૨૭મંગળવાર | કરવા ચોથ |
|---|---|
| ૨૬ ઓક્ટોબર ૨૦૨૭મંગળવાર | વાક્/વાઘ બારશ |
| ૨૭ ઓક્ટોબર ૨૦૨૭બુધવાર | ધન તેરશ (ધન્વતરી ત્રયોદશી) |
| ૨૯ ઓક્ટોબર ૨૦૨૭શુક્રવાર | દિવાળી |
| ૩૦ ઓક્ટોબર ૨૦૨૭શનિવાર | બેસતુ વર્ષ |
| ૩૧ ઓક્ટોબર ૨૦૨૭રવિવાર | ભાઈ બીજ |
| ૩ નવેમ્બર ૨૦૨૭બુધવાર | લાભ પાંચમ |
| ૫ નવેમ્બર ૨૦૨૭શુક્રવાર | જલારામ જયંતી |
પ્રશ્નો
When is Kali Chaudas in 2027?
Kali Chaudas 2027 is on Thursday, 28 October 2027. In the Gujarati calendar the day is Aso Vad Chaudas, Vikram Samvat 2083.
કાળી ચૌદશ ૨૦૨૭ ક્યારે છે?
કાળી ચૌદશ ૨૮ ઓક્ટોબર ૨૦૨૭, ગુરુવારના રોજ છે. તે દિવસે આસો વદ ચૌદસ છે (વિક્રમ સંવત ૨૦૮૩).