તારીખ૨૭ ઓક્ટોબર ૨૦૨૭, બુધવાર
તિથિઆસો વદ તેરસ રાત્રે ૧૦:૫૦ સુધી
નક્ષત્રઉત્તરા ફાલ્ગુની બપોરે ૧:૦૦ સુધી
ચંદ્ર રાશિકન્યા
વિક્રમ સંવત૨૦૮૩

ધન તેરશ (ધન્વતરી ત્રયોદશી) વિશે

ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

આ દિવસના અન્ય તહેવારો

આસપાસના તહેવારો

પ્રશ્નો

When is Dhanteras in 2027?

Dhanteras 2027 is on Wednesday, 27 October 2027. In the Gujarati calendar the day is Aso Vad Teras, Vikram Samvat 2083.

ધન તેરશ (ધન્વતરી ત્રયોદશી) ૨૦૨૭ ક્યારે છે?

ધન તેરશ (ધન્વતરી ત્રયોદશી) ૨૭ ઓક્ટોબર ૨૦૨૭, બુધવારના રોજ છે. તે દિવસે આસો વદ તેરસ છે (વિક્રમ સંવત ૨૦૮૩).