૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિદશમ સાંજે ૮:૦૧ સુધી
નક્ષત્રઉત્તરાષાઢા સવારે ૭:૦૬ સુધી, પછી શ્રવણ
ચંદ્ર રાશિધન
ઋતુશરદ

તહેવારો અને રજાઓ

વિશ્વ શાંતિ દિવસ

આ દિવસ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 1981માં જાહેર કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 1982ની 21 સપ્ટેમ્બરના રોજ પ્રથમવાર તેની ઉજવણી કરવામાં આવી. 1982માં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત થયું હતું પરંતુ 2002માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ દર 21 સપ્ટેમ્બરે તેની ઉજવણી થાય છે. વિશ્વ શાંતિ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવનો સંદેશો ફેલાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રના ન્યુ યોર્ક સ્થિત મુખ્ય મથકમાં એક શાંતિ બેલ રાખવામાં આવ્યો છે. વિશ્વ શાંતિ દિવસની ઉજવણીની શરૂઆત આ બેલને વગાડીને કરવામાં આવે છે. આ બેલ દુનિયાભરમાંથી બાળકો દ્વારા એકઠા કરવામાં આવેલા સિક્કાઓને પીગાળીને બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનના સંયુક્ત રાષ્ટ્ર એસોસિયેશન દ્વારા ભેટ આપવામાં આવ્યો હતો. જે યુદ્ધના ભયંકર પરિણામોનો અહેસાસ કરાવતો રહે છે. આ બેલ પર -વિશ્વ શાંતિ અમર રહો- સૂત્ર કંડારવામાં આવ્યું છે. 21 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક યુદ્ધવિરામ દિવસ તરીકે પણ ઉજવાય છે. આજના દિવસે વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ ચાલતું હોય ત્યાં નિ:શસ્ત્રીકરણની અપેક્ષા રાખવામાં આવે છે. આ દિવસે યુદ્ધવિરામ રાખવાનો આશય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નિર્દોષોને મદદ પહોંચાડવાનો પણ છે. દુનિયાના મોટા ભાગના દેશો દર વર્ષે શસ્ત્રો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. જ્યારે આરોગ્ય અને શિક્ષણ પાછળ ખૂબ જ ઓછી રકમ ખર્ચ થાય છે. આમ, આ દિવસની ઉજવણી પાછળનો એક આશય એ પણ છે કે જો દુનિયાના દરેક દેશ શાંતિ માટે પ્રયત્નો કરે તો આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વની ચીજો પાછળ વધુ નાણાં ફાળવી શકાય. જેને કારણે એક મજબૂત અર્થતંત્રની રચના કરી શકાય અને લોકોના જીવનધોરણમાં પણ સુધારો કરી શકાય. કારણ કે જો દેશનો નાગરિક સ્વસ્થ અને ભણેલો હશે તો જ દેશ સ્વસ્થ અને મજબૂત બની શકશે અને વિકાસ કરી શકશે.

ચોઘડિયાં

સોમવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. અમૃત
  2. કાળ
  3. શુભ
  4. રોગ
  5. ઉદ્વેગ
  6. ચલ
  7. લાભ
  8. અમૃત

રાત્રિનાં ચોઘડિયાં

  1. ચલ
  2. રોગ
  3. કાળ
  4. લાભ
  5. ઉદ્વેગ
  6. શુભ
  7. અમૃત
  8. ચલ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

આવતા દિવસોની તિથિ

તારીખતિથિતહેવાર
૨૨ સપ્ટેમ્બર, મંગળવારભાદરવો સુદ અગિયારસપરિવર્તિની એકાદશી (કમળ કાકડી)
૨૩ સપ્ટેમ્બર, બુધવારભાદરવો સુદ બારસશ્રી વામન જયંતી
૨૪ સપ્ટેમ્બર, ગુરુવારભાદરવો સુદ તેરસગુરુ પ્રદોષ
૨૫ સપ્ટેમ્બર, શુક્રવારભાદરવો સુદ ચૌદસગણેશ વિસર્જન
૨૬ સપ્ટેમ્બર, શનિવારભાદરવો સુદ પૂનમઅંબાજીનો મેળો
૨૭ સપ્ટેમ્બર, રવિવારભાદરવો વદ એકમપિતૃ પક્ષ શરુ · એકમનું શ્રાધ્ધ
૨૮ સપ્ટેમ્બર, સોમવારભાદરવો વદ બીજદ્રિતીય (બીજનું) શ્રાધ્ધ

આગામી તહેવારો

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો