૭ નવેમ્બર ૨૦૨૬, શનિવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિતેરસ સવારે ૧૦:૪૮ સુધી
નક્ષત્રચિત્રા સવારે ૫:૫૨ સુધી, પછી સ્વાતિ
ચંદ્ર રાશિકન્યા
ઋતુશરદ

તહેવારો અને રજાઓ

કાળી ચૌદશ

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું (પરંતુ, હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી, ડોક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે અને ખાસ કરીને બાળકોને મેંશ ના આંજવી તેવી સલાહ આપે છે). કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.

ચોઘડિયાં

શનિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. કાળ
  2. શુભ
  3. રોગ
  4. ઉદ્વેગ
  5. ચલ
  6. લાભ
  7. અમૃત
  8. કાળ

રાત્રિનાં ચોઘડિયાં

  1. લાભ
  2. ઉદ્વેગ
  3. શુભ
  4. અમૃત
  5. ચલ
  6. રોગ
  7. કાળ
  8. લાભ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો