૭ એપ્રિલ ૨૦૨૭, બુધવાર
| વિક્રમ સંવત | ૨૦૮૩ |
|---|---|
| તિથિ | એકમ સવારે ૪:૨૮ સુધી (બીજા દિવસે) |
| નક્ષત્ર | રેવતી સાંજે ૬:૨૫ સુધી, પછી અશ્વિની |
| ચંદ્ર રાશિ | મીન |
| ઋતુ | વસંત |
| પંચક | આજે પંચકની સમાપ્તિ સાંજે ૦૬:૨૫ સુધી |
તહેવારો અને રજાઓ
ચેટીચાંદ / ગુડી પડવો
ભારતીય ઇતિહાસમાં એવા અનેક સિદ્ધ સંત અને અવતાર થઈ ગયા છે જેમણે માનવહિત માટે અને ધર્મની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન અર્પિત કરી દીધું. ભગવાન ઝુલેલાલનો અવતાર પણ માનવજાતને અત્યાચાર અને આતંકમાંથી મુક્ત કરવા માટે થયો હતો. ઝુલેલાલે એક અત્યાચારી રાજાનું હૃદય પરિવર્તન કરીને તેને સદાચાર બનાવી જનહિતનું કાર્ય કર્યું હતું. સિંધી સમુદાયના આરાધ્ય ભગવાન ઝુલેલાલનો જન્મોઉત્સવ ચેટીચાંદરૂપે મનાવવામાં આવે છે.
ચેટીચાંદના દિવસે એક નાનકડા કાષ્ઠના મંદિરમાં જળનો કળશ અને જ્યોત પ્રગટાવીને સિંધી સમાજના લોકો આ મંદિરને માથા પર ધારણ કરે છે.
ચૈત્રી નવરાત્રિ શરુઆત
ભારતમાં વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. 1) ચૈત્ર નવરાત્રી 2) અષાઢ નવરાત્રી 3) આસો નવરાત્રી 4) પોષ નવરાત્રી. જેમાંથી ચૈત્ર, અષાઢ અને આસો નવરાત્રીઓ સુદ એકમથી શરૂ થાય છે. જ્યારે શાકંભરી નવરાત્રી પોષ સુદ આઠમથી શરૂ થાય છે અને પોષી પૂનમ સુધી ચાલે છે.
વિશ્વ આરોગ્ય (સ્વાસ્થ્ય) દિવસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.
આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પણ બીજી તરફ લોકોની કથળતી જતીં જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ...
ચોઘડિયાં
બુધવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ લાભ
- ૨ અમૃત
- ૩ કાળ
- ૪ શુભ
- ૫ રોગ
- ૬ ઉદ્વેગ
- ૭ ચલ
- ૮ લાભ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ ઉદ્વેગ
- ૨ શુભ
- ૩ અમૃત
- ૪ ચલ
- ૫ રોગ
- ૬ કાળ
- ૭ લાભ
- ૮ ઉદ્વેગ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
એપ્રિલ ૨૦૨૭નું આખું કેલેન્ડર જુઓ →
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો