૪ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર
| વિક્રમ સંવત | ૨૦૮૨ |
|---|---|
| તિથિ | આઠમ રાત્રે ૧૨:૧૪ સુધી (બીજા દિવસે) |
| નક્ષત્ર | રોહિણી રાત્રે ૧૧:૦૪ સુધી, પછી મૃગશીર્ષ |
| ચંદ્ર રાશિ | વૃષભ |
| ઋતુ | વર્ષા |
તહેવારો અને રજાઓ
જન્માષ્ટમી
ભગવાન શ્રીકૃષ્ણ શ્રાવણ સુદ આઠમે જન્મ્યા હતા. તેની ઊજવણીના ભાગરૂપે વર્ષોવર્ષ જન્માષ્ટમીનું પર્વ મનાવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા. તેમના પિતાએ યોગમાયાના બળે જેલમાંથી યમુના નદી પાર કરી. નંદ-યશોદાને ઘરે ઉછેરવા મૂકી આવ્યાં. ગોકુળમાં ભગવાન શ્રીકૃષ્ણે તેમની બાળ લીલાઓ કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણ હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક છે. જે હજારો વર્ષ પછી પણ તે અડગ રહ્યું છે. પરંપરાગત રીતે કૃષ્ણભક્તો સાતમનો આઠમનો ઉપવાસ રાખે છે. આઠમની મધ્યરાત્રીએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી નોમના દિવસે સમયમાં ‘દહી’ હાડી ના કરતબો યુવાન પેઢી કરે છે. જેમાં ખૂબ જ ઊંચાઇ પર જાહેરમાર્ગ પર મટકીમાં માખણ ભરી લટકાવવામાં આવે છે. માનવીય ત્રિકોણ-પિરામિડ બનાવી મટકીની ઊંચાઇએ પહોંચી તેને ફોડવાના પ્રયાસો કરી આનંદ લૂંટે છે. મટકી ફોડવામાં સફળ થનારને આનંદ-ઉમંગથી વધાવવામાં આવે છે.
મા જીવંતિકા વ્રત પુજન
આ વ્રતની સંપૂર્ણ કથા ગુજરાતી કેલેન્ડર એપમાં વાંચો.
ચોઘડિયાં
શુક્રવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ ચલ
- ૨ લાભ
- ૩ અમૃત
- ૪ કાળ
- ૫ શુભ
- ૬ રોગ
- ૭ ઉદ્વેગ
- ૮ ચલ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ રોગ
- ૨ કાળ
- ૩ લાભ
- ૪ ઉદ્વેગ
- ૫ શુભ
- ૬ અમૃત
- ૭ ચલ
- ૮ રોગ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો