૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર
| વિક્રમ સંવત | ૨૦૮૨ |
|---|---|
| તિથિ | પૂનમ સવારે ૭:૪૧ સુધી |
| નક્ષત્ર | હસ્ત સાંજે ૫:૩૮ સુધી, પછી ચિત્રા |
| ચંદ્ર રાશિ | કન્યા |
| ઋતુ | વસંત |
તહેવારો અને રજાઓ
શ્રી હનુમાન જન્મોત્સવ
હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.
બહુચરાજીનો મેળો
આયંબિલ ઓળી સમાપ્ત (જૈન)
ચોઘડિયાં
ગુરુવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ શુભ
- ૨ રોગ
- ૩ ઉદ્વેગ
- ૪ ચલ
- ૫ લાભ
- ૬ અમૃત
- ૭ કાળ
- ૮ શુભ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ અમૃત
- ૨ ચલ
- ૩ રોગ
- ૪ કાળ
- ૫ લાભ
- ૬ ઉદ્વેગ
- ૭ શુભ
- ૮ અમૃત
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો