૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિઅમાસ સવારે ૬:૫૩ સુધી
બીજી તિથિએકમ સવારે ૪:૫૨ સુધી (બીજા દિવસે)
નક્ષત્રઉત્તરભાદ્રપદ સવારે ૪:૦૪ સુધી, પછી રેવતી
ચંદ્ર રાશિમીન
ઋતુવસંત
પંચકઆજે પુરા દિવસ અને રાત્રી દરમ્યાન

તહેવારો અને રજાઓ

ચેટીચાંદ / ગુડી પડવો

ભારતીય ઇતિહાસમાં એવા અનેક સિદ્ધ સંત અને અવતાર થઈ ગયા છે જેમણે માનવહિત માટે અને ધર્મની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન અર્પિત કરી દીધું. ભગવાન ઝુલેલાલનો અવતાર પણ માનવજાતને અત્યાચાર અને આતંકમાંથી મુક્ત કરવા માટે થયો હતો. ઝુલેલાલે એક અત્યાચારી રાજાનું હૃદય પરિવર્તન કરીને તેને સદાચાર બનાવી જનહિતનું કાર્ય કર્યું હતું. સિંધી સમુદાયના આરાધ્ય ભગવાન ઝુલેલાલનો જન્મોઉત્સવ ચેટીચાંદરૂપે મનાવવામાં આવે છે. ચેટીચાંદના દિવસે એક નાનકડા કાષ્ઠના મંદિરમાં જળનો કળશ અને જ્યોત પ્રગટાવીને સિંધી સમાજના લોકો આ મંદિરને માથા પર ધારણ કરે છે.

ચૈત્રી નવરાત્રિ શરુઆત

ભારતમાં વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. 1) ચૈત્ર નવરાત્રી 2) અષાઢ નવરાત્રી 3) આસો નવરાત્રી 4) પોષ નવરાત્રી. જેમાંથી ચૈત્ર, અષાઢ અને આસો નવરાત્રીઓ સુદ એકમથી શરૂ થાય છે. જ્યારે શાકંભરી નવરાત્રી પોષ સુદ આઠમથી શરૂ થાય છે અને પોષી પૂનમ સુધી ચાલે છે.

હેડગેવર જયંતી

ડૉ. કેશવ બલીરામ હેડગેવાર એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ. એસ.)ના સ્થાપક અને સરસંઘચાલક હતા. તેઓ ડૉક્ટરજીના હુલામણા નામે જાણીતા હતા. તેમણે ૧૯૨૫માં નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ. એસ.)ની સ્થાપના કરી હતી.

ચોઘડિયાં

ગુરુવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. શુભ
  2. રોગ
  3. ઉદ્વેગ
  4. ચલ
  5. લાભ
  6. અમૃત
  7. કાળ
  8. શુભ

રાત્રિનાં ચોઘડિયાં

  1. અમૃત
  2. ચલ
  3. રોગ
  4. કાળ
  5. લાભ
  6. ઉદ્વેગ
  7. શુભ
  8. અમૃત

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો