૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિઅગિયારસ સાંજે ૫:૫૩ સુધી
નક્ષત્રઅનુરાધા વહેલી સવારે ૩:૦૩ સુધી, પછી જ્યેષ્ઠા
ચંદ્ર રાશિવૃશ્ચિક
ઋતુશિશિર
વિંછુડોઆજે પુરા દિવસ અને રાત્રી દરમ્યાન

તહેવારો અને રજાઓ

મકરસંક્રાંતિ

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ શબ્દ, બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે. સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે: ઉતર ભારતમાં, હિમાચલ પ્રદેશ - લોહડી અથવા લોહળી પંજાબ - લોહડી અથવા લોહળી પૂર્વ ભારતમાં, બિહાર - સંક્રાંતિ આસામ - ભોગાલી બિહુ પશ્ચિમ બંગાળ - મકરસંક્રાંતિ ઓરિસ્સા - મકરસંક્રાંતિ પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાન - ઉતરાયણ (ખીહર) મહારાષ્ટ્ર - સંક્રાન્ત દક્ષિણ ભારતમાં, આંધ્ર પ્રદેશ - તેલુગુ, તામિલ નાડુ - પોંગલ, કર્ણાટક - સંક્રાન્થી સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ ઉત્સવ. ભારતનાં અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ નેપાળમાં, થારૂ લોકો - માઘી અન્ય લોકો- માઘ સંક્રાંતિ કે માઘ સક્રાતિ થાઇલેન્ડ - સોંગ્ક્રાન મ્યાન્માર - થિંગયાન

ષટતિલા એકાદશી (કોપરા)

આ વ્રતની સંપૂર્ણ કથા ગુજરાતી કેલેન્ડર એપમાં વાંચો.

ધનુર્માસ સમાપ્ત

ચોઘડિયાં

બુધવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. લાભ
  2. અમૃત
  3. કાળ
  4. શુભ
  5. રોગ
  6. ઉદ્વેગ
  7. ચલ
  8. લાભ

રાત્રિનાં ચોઘડિયાં

  1. ઉદ્વેગ
  2. શુભ
  3. અમૃત
  4. ચલ
  5. રોગ
  6. કાળ
  7. લાભ
  8. ઉદ્વેગ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો