૩ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર
| વિક્રમ સંવત | ૨૦૮૨ |
|---|---|
| તિથિ | પૂનમ બપોરે ૩:૩૨ સુધી |
| નક્ષત્ર | આર્દ્ર સાંજે ૫:૨૭ સુધી, પછી પુનર્વસુ |
| ચંદ્ર રાશિ | મિથુન |
| ઋતુ | શિશિર |
તહેવારો અને રજાઓ
અંબાજી પ્રાગટ્ય મહોત્સવ
અરવલ્લીની ગિરિમાળાઓને સવિશેષ પવિત્રતા અને સુંદરતા બક્ષતું આ તીર્થસ્થાન કરોડો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. એકાવન શકિતપીઠો પૈકીનું અંબાજી શકિતપીઠને સરસ્વતીના મુખસ્થાનનું સામીપ્ય પ્રાપ્ત છે. પાલનપુરથી ૬૩ કી.મી.દુર સ્થિત આ તીર્થ સ્થાનનો વિકાસ પ્રવાસીઓને, શ્રધ્ધાળુઓને ત્યાં આવવા આકર્ષે છે. પ્રતિદિન ભકતોથી ઉભરાતા આ મંદિરમાં દર પુનમે માનવભરી આવે છે. તો દર ભાદરવી પુનમે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ છલકાય છે. ભવ્ય મંદિર શકિતધ્વાર, ગબ્બર વગેરેની ભવ્યતા રમણીય છે. ભગવત પુરાણ આધારિત એક કથાનુંસાર પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિસક`` નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું, દક્ષે બધાજ દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ ભગવાન શંકરને નહોતા બોલાવ્યા. પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતી પાર્વતી પિતાને ધેર પહોંચી ગયા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા જ તે યજ્ઞકુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો. ભગવાન શિવ પાર્વતીના દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ધુમવા લાગ્યા. તેથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા. આરાસુરમાં માતાજીના હદયનો ભાગ પડયો હોવાનું મનાય છે. આથી આરાસુરી શકિતપીઠનું શ્રધ્ધાળુઓમાં વધુ મહત્વ છે. અંબાજીમાં કોઇ મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પુજા થાય છે. ભાદરવી પૂનમે ભવ્ય મેળો ભરાય છે. દર પુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.
ચોઘડિયાં
શનિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ કાળ
- ૨ શુભ
- ૩ રોગ
- ૪ ઉદ્વેગ
- ૫ ચલ
- ૬ લાભ
- ૭ અમૃત
- ૮ કાળ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ લાભ
- ૨ ઉદ્વેગ
- ૩ શુભ
- ૪ અમૃત
- ૫ ચલ
- ૬ રોગ
- ૭ કાળ
- ૮ લાભ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો