૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર
| વિક્રમ સંવત | ૨૦૮૨ |
|---|---|
| તિથિ | દશમ રાત્રે ૧૨:૫૦ સુધી (બીજા દિવસે) |
| નક્ષત્ર | પૂર્વ ફાલ્ગુની રાત્રે ૯:૨૦ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની |
| ચંદ્ર રાશિ | સિંહ |
| ઋતુ | હેમંત |
તહેવારો અને રજાઓ
બાલ દિન
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને બાળકોના પ્યારા ચાચા નહેરુનો જન્મ આજના દિવસે એટલે કે 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. જેને આપણે સૌ બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. વડાપ્રધાન તરીકે તેઓએ 1947 થી 1964 સુધી સેવા આપી હતી. ભારતમાં પંડિતજી અને બહાર પંડિત નેહરુ તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં નહેરુજી ભારતના સૌથી પહેલા વડાપ્રધાનની સાથે સાથે અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા.
વિશ્વ ડાયાબિટીસ દિન
૧૪ નવેમ્બરને વિશ્વભરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સએ ૨૦૦૬ માં રીઝોલ્યુશન પસાર કરીને ૧૪ નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે જાહેર કર્યું છે. ૧૪ નવેમ્બરની પસંદગી કરવા માટેનું કારણ ડૉ ફ્રેડરિક બેન્ટિંગ છે. ડૉ ફ્રેડરિક બેન્ટિંગે ૧૯૨૧માં ઇન્સ્યુલીનની શોધ કરી હતી. સૌ પ્રથમ વિશ્વ ડાયાબિટીસ દિવસ ૧૪ નવેમ્બર ૨૦૦૭માં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ ડાયાબિટીસ દિવસે વિશ્વભરમાં ડાયાબીટીસના દર્દીઓને ડાયાબીટીસ અંગે જાગૃત કરવામાં આવે છે. વિશ્વભરમાં 20 કરોડથી વધુ ડાયાબીટીસના દર્દીઓ છે.
ચોઘડિયાં
શુક્રવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ ચલ
- ૨ લાભ
- ૩ અમૃત
- ૪ કાળ
- ૫ શુભ
- ૬ રોગ
- ૭ ઉદ્વેગ
- ૮ ચલ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ રોગ
- ૨ કાળ
- ૩ લાભ
- ૪ ઉદ્વેગ
- ૫ શુભ
- ૬ અમૃત
- ૭ ચલ
- ૮ રોગ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો