૫ નવેમ્બર ૨૦૨૫, બુધવાર
| વિક્રમ સંવત | ૨૦૮૨ |
|---|---|
| તિથિ | પૂનમ સાંજે ૬:૪૯ સુધી |
| નક્ષત્ર | અશ્વિની સવારે ૯:૪૦ સુધી, પછી ભરણી |
| ચંદ્ર રાશિ | મેષ |
| ઋતુ | હેમંત |
તહેવારો અને રજાઓ
ગુરુ નાનક જયંતી
ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે 1469 માં લાહોરથી નજીક 40 કિલોમીટરે આવેલ તલબંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણરાય મેહતા હતું અને માતાનું નામ તૃપતાજી હતું. ગુરુનાનક દેવજીનું જીવન તેમજ ધર્મ દર્શન યુગાંતકારી લોકચિંતન દર્શન હતાં. તેમણે સાંસારિક યથાર્થથી સંબંધ નહોતો તોડ્યો. તેઓ સંસારના ત્યાગ અને સંન્યાસના વિરોધી હતાં કેમકે તેઓ સહજ યોગના હામી હતાં. તેમનું માનવું હતું કે મનુષ્ય સંન્યાસ લઈને પોતાનું તેમજ લોક કલ્યાણ કરી શકે નહી જેટલો કે તે સ્વાભાવિક અને સહજ જીવનમાં રહીને કરી શકે છે. એટલા માટે તેમણે ગૃહસ્થ ત્યાગીને ગુઆઓ, જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ નથી થતી પરંતુ સંસારમાં રહીને માનવ સેવા કરવીએ શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો. -नाम जपना, किरत करना, वंड छकना- સફળ ગૃહસ્થ જીવનનો મંત્ર આપ્યો.
દેવદિવાળી
તુલસી વિવાહ સમાપ્તિ
પુષ્કર મેળો
ચોઘડિયાં
બુધવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ લાભ
- ૨ અમૃત
- ૩ કાળ
- ૪ શુભ
- ૫ રોગ
- ૬ ઉદ્વેગ
- ૭ ચલ
- ૮ લાભ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ ઉદ્વેગ
- ૨ શુભ
- ૩ અમૃત
- ૪ ચલ
- ૫ રોગ
- ૬ કાળ
- ૭ લાભ
- ૮ ઉદ્વેગ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો