૨૯ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિસાતમ સવારે ૯:૨૩ સુધી
નક્ષત્રઉત્તરાષાઢા સાંજે ૫:૨૯ સુધી, પછી શ્રવણ
ચંદ્ર રાશિમકર
ઋતુહેમંત

તહેવારો અને રજાઓ

જલારામ જયંતી

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામબાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતી કારતક સુદ ૭ ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે.

ચોઘડિયાં

બુધવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. લાભ
  2. અમૃત
  3. કાળ
  4. શુભ
  5. રોગ
  6. ઉદ્વેગ
  7. ચલ
  8. લાભ

રાત્રિનાં ચોઘડિયાં

  1. ઉદ્વેગ
  2. શુભ
  3. અમૃત
  4. ચલ
  5. રોગ
  6. કાળ
  7. લાભ
  8. ઉદ્વેગ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો