૧૮ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | બારસ બપોરે ૧૨:૧૯ સુધી |
| નક્ષત્ર | પૂર્વ ફાલ્ગુની બપોરે ૩:૪૧ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની |
| ચંદ્ર રાશિ | સિંહ |
| ઋતુ | શરદ |
તહેવારો અને રજાઓ
શનિ પ્રદોષ
06:11 PM to 08:41 PM
ધન તેરશ (ધન્વતરી ત્રયોદશી)
ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.
ચોઘડિયાં
શનિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ કાળ
- ૨ શુભ
- ૩ રોગ
- ૪ ઉદ્વેગ
- ૫ ચલ
- ૬ લાભ
- ૭ અમૃત
- ૮ કાળ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ લાભ
- ૨ ઉદ્વેગ
- ૩ શુભ
- ૪ અમૃત
- ૫ ચલ
- ૬ રોગ
- ૭ કાળ
- ૮ લાભ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો