૫ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર

વિક્રમ સંવત૨૦૮૧
તિથિતેરસ વહેલી સવારે ૩:૧૩ સુધી (બીજા દિવસે)
નક્ષત્રશ્રવણ રાત્રે ૧૧:૩૮ સુધી, પછી ધનિષ્ઠા
ચંદ્ર રાશિમકર
ઋતુશરદ

તહેવારો અને રજાઓ

શુક્ર પ્રદોષ

06:53 PM to 09:11 PM

ઈદ-એ-મિલાદુન્નબી

રાષ્ટ્રીય શિક્ષક દિવસ

મહાન કેળવણીકાર અને આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં એમના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણનનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ તામિલનાડુમાં થયો હતો. ભારત સરકાર દ્વારા ઈ.સ. 1964 થી 5 સપ્ટેમ્બરના દિવસને ભારતભરમાં ‘શિક્ષકદિન’ તરીકે ઊજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ડૉ. રાધાકૃષ્ણન એ એક તત્વચિંતક અને રાજપુરુષ હતાં. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા, તેથી તેઓ -ભારતના પ્લેટો- કહેવાતા. જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી મળીને 15થી વધુ ભાષાઓમાં તેઓ નિપુણ હતાં. તેમણે ઘણાં સારા પુસ્તકો લખ્યા છે. ડૉ. રાધાકૃષ્ણન 1962માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા. તેઓ 1967 સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. 16 એપ્રિલ, 1975ના રોજ તેમનું અવસાન થયું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વખતે તેમણે કહ્યું કે Our Slogan should not be Power at any Price but Service at any Cost. એટલે કે કોઈપણ ભોગે સેવા અને નહિ કે કોઈપણ કિંમતે સત્તા.

ચોઘડિયાં

શુક્રવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. ચલ
  2. લાભ
  3. અમૃત
  4. કાળ
  5. શુભ
  6. રોગ
  7. ઉદ્વેગ
  8. ચલ

રાત્રિનાં ચોઘડિયાં

  1. રોગ
  2. કાળ
  3. લાભ
  4. ઉદ્વેગ
  5. શુભ
  6. અમૃત
  7. ચલ
  8. રોગ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો