૨૭ ઓગસ્ટ ૨૦૨૫, બુધવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | ચોથ બપોરે ૩:૪૪ સુધી |
| નક્ષત્ર | ચિત્રા સવારે ૮:૪૩ સુધી, પછી સ્વાતિ |
| ચંદ્ર રાશિ | કન્યા |
| ઋતુ | શરદ |
તહેવારો અને રજાઓ
સંવત્સરી
સંવત્સરી એ પર્યુષણનો છેલ્લો દિવસ છે, તે પર્યુષણ પર્વનો ૮ મો અથવા દસ લક્ષણા પર્વનો ૧૦ મો દિવસ હોય છે. જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે. ઘણાં જૈનો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે. સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્યાતાપમાં વીતાવવામાં આવે છે. એક વાર્ષિક વિસ્તૃત ક્ષમા વિધી સાંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડં બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. એક વિધી તરીકે તેઓ તેમના મિત્રો, સગા, સંબંધી આદિને મિચ્છામિ દુક્કડં કહે છે. કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી. બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.
ગણેશ ચતુર્થી
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. ગણેશજીના અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને ‘અષ્ટવિનાયક’ પણ કહે છે. 1. વક્રતુંડ 2. એકદંત 3. મહોદર 4. ગજાનન 5. લંબોધર 6. વિકટ 7. વિધ્નરાજ 8. ધૂમ્રવર્ણ શિવપુરાણની રુદ્રસંહિતાના ચોથા ખંડ અનુસાર ગણેશનું સર્જન પાર્વતીજીના ઉબટનમાંથી કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. પાર્વતીને સ્નાન કરવા જવું હતું અને બહાર દ્વારપાળ તરીકે કોઈને બેસાડવા માટે તેમણે પોતાના ઉબટનમાંથી બાળક ગણેશનું સર્જન કર્યું અને તેમાં પ્રાણ રેડયા. માતા પાર્વતીએ પુત્ર ગણેશને સૂચના આપી કે હું અંદર સ્નાન કરું છું તો કોઈને પ્રવેશવા ન દેશો ત્યારે થોડા સમય બાદ મહાદેવ આવ્યા, ત્યારે ગણેશજીએ શિવજીને રોક્યા.
ચોઘડિયાં
બુધવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ લાભ
- ૨ અમૃત
- ૩ કાળ
- ૪ શુભ
- ૫ રોગ
- ૬ ઉદ્વેગ
- ૭ ચલ
- ૮ લાભ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ ઉદ્વેગ
- ૨ શુભ
- ૩ અમૃત
- ૪ ચલ
- ૫ રોગ
- ૬ કાળ
- ૭ લાભ
- ૮ ઉદ્વેગ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો