૨ ફેબ્રુઆરી ૨૦૨૫, રવિવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | ચોથ સવારે ૯:૧૪ સુધી |
| બીજી તિથિ | પાંચમ સવારે ૬:૫૩ સુધી (બીજા દિવસે) |
| નક્ષત્ર | ઉત્તરભાદ્રપદ રાત્રે ૧૨:૫૨ સુધી, પછી રેવતી |
| ચંદ્ર રાશિ | મીન |
| ઋતુ | શિશિર |
| પંચક | આજે પુરા દિવસ અને રાત્રી દરમ્યાન |
તહેવારો અને રજાઓ
વસંત પંચમી
વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે, જે મોટાભાગે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હોય. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતિને પીળા રંગનાં ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જલ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે. હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.
ચોઘડિયાં
રવિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ ઉદ્વેગ
- ૨ ચલ
- ૩ લાભ
- ૪ અમૃત
- ૫ કાળ
- ૬ શુભ
- ૭ રોગ
- ૮ ઉદ્વેગ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ શુભ
- ૨ અમૃત
- ૩ ચલ
- ૪ રોગ
- ૫ કાળ
- ૬ લાભ
- ૭ ઉદ્વેગ
- ૮ શુભ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો