૧૨ જાન્યુઆરી ૨૦૨૫, રવિવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | ચૌદસ સવારે ૫:૦૩ સુધી (બીજા દિવસે) |
| નક્ષત્ર | મૃગશીર્ષ સવારે ૧૧:૨૪ સુધી, પછી આર્દ્ર |
| ચંદ્ર રાશિ | મિથુન |
| ઋતુ | શિશિર |
તહેવારો અને રજાઓ
સ્વામી વિવેકાનંદ જયંતી
જીવનકાળ: ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ થી ૪ જુલાઇ, ૧૯૦૨ સાચું નામ નરેન્દ્રનાથ દત્ત ૧૯મી સદીના સંત રામકૃષ્ણના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે, અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. તેઓ ``અમેરિકાના ભાઈઓ તથા બહેનો`` સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે, તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
રાષ્ટ્રીય યુવા દિવસ
ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી, અર્થાત ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયાનુસાર ઇ. સ. ૧૯૮૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનન્દ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે. આ બાબતના સંદર્ભમાં ભારત સરકારનો વિચાર હતો કે - એવો અનુભવ થાય છે કે સ્વામીજીના દર્શન તેમ જ સ્વામીજીના જીવન તથા કાર્ય પશ્ચાત નિહિત એમનો આદર્શ—એ જ ભારતીય યુવકો માટે પ્રેરણાનો ખુબ જ મોટો સ્રોત હોય શકે છે.
ચોઘડિયાં
રવિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ ઉદ્વેગ
- ૨ ચલ
- ૩ લાભ
- ૪ અમૃત
- ૫ કાળ
- ૬ શુભ
- ૭ રોગ
- ૮ ઉદ્વેગ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ શુભ
- ૨ અમૃત
- ૩ ચલ
- ૪ રોગ
- ૫ કાળ
- ૬ લાભ
- ૭ ઉદ્વેગ
- ૮ શુભ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો